Hockey World Cup 2023માં ભારતની બીજી જીત, વેલ્સની ટીમને હરાવી ગ્રુપ Dમાં બીજા સ્થાને રહી ભારતીય ટીમ
ભારતમાં વર્ષ 2018 બાદ સતત બીજી વાર હોકી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. ઈતિહાસમાં પહેલીવાર કોઈ બે શહેરમાં હોકી વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ઓડિશાના ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ભારતની ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ રમાઈ હતી. ભારત અને વેલ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં 4-2થી ભારતની જીત થઈ છે. આ સાથે જ ભારતીય હોકી ટીમ ગ્રુપ Dમાં બીજા સ્થાને રહી છે. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં ભારતીય ટીમે સ્પેન સામે જીત મેà
Advertisement
ભારતમાં વર્ષ 2018 બાદ સતત બીજી વાર હોકી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. ઈતિહાસમાં પહેલીવાર કોઈ બે શહેરમાં હોકી વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે. ઓડિશાના ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ભારતની ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ રમાઈ હતી. ભારત અને વેલ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં 4-2થી ભારતની જીત થઈ છે. આ સાથે જ ભારતીય હોકી ટીમ ગ્રુપ Dમાં બીજા સ્થાને રહી છે. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં ભારતીય ટીમે સ્પેન સામે જીત મેળવી હતી. ઈંગ્લેન્ડ સામેની બીજી મેચ ડ્રો રહી હતી. આજની મેચમાં 8 ગોલ કરીને ગ્રુપ Dમાં ભારતીય ટીમની પ્રથમ સ્થાન પર પહોંચવાની સંભાવના હતી, પણ એવું થઈ ન શક્યું.
ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે આ મેચ શરુ થઈ હતી. પ્રથમ કવાર્ટરમાં સ્કોર 0-0 રહ્યો હતો. બીજા કવાર્ટરમાં સ્કોર 1-0થી ભારતના પક્ષમાં રહ્યો હતો. એટલે પ્રથમ હાફમાં સ્કોર 1-0 રહ્યો હતો. ત્રીજા કવાર્ટરમાં સ્કોર 2-2થી બરાબર થયો હતો. જ્યારે મેચના અંતિમ અને ચોથા કવાર્ટરમાં સ્કોર 4-2 રહ્યો હતો. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં ભારતીય હોકી ટીમે રોમાંચક જીત મેળવી હતી.
ભારત અને વેલ્સની મેચમાં શું થયું ?
પ્રથમ કવાર્ટરમાં 0 ગોલ, બીજા કવાર્ટરમાં 1 ગોલ, ત્રીજા કવાર્ટરમાં 3 ગોલ અને ચોથા કવાર્ટરમાં 2 ગોલ, એમ આ મેચમાં કુલ 6 ગોલ થયા હતા. ભારત તરફથી કેપ્ટન હરમપ્રીત સહિત અન્ય 2 ખેલાડીઓએ કુલ 4 ગોલ કર્યા હતા.
ક્રોસઓવર મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટક્કરાશે ભારત
ગ્રુપ ડીની તમામ 4 ટીમોએ પોતાની 3 ગ્રુપ સ્ટેજની મેચ પૂરી કરી છે. 3 મેચમાંથી 2 મેચમાં જીત અને 1 મેચ ડ્રો થતા ભારતની ટીમ 7 પોઈન્ટ સાથે ગ્રુપ ડીમાં બીજા સ્થાન પર રહી છે. ઈંગ્લેન્ડની ટીમ 7 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. તે ગોલના તફાવતના કારણે પ્રથમ સ્થાને છે. ગ્રુપ ડીમાં પ્રથમ સ્થાન પર હોવાથી ઈંગ્લેન્ડની ટીમ કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે.
આ રવિવારે 22 જાન્યુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ક્રોસઓવર મેચ રમાશે. આ મેચ જીતનાર ટીમ કવાર્ટર ફાઈનલમાં પહોંચશે. જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડની ટીમ ગ્રુપ સીમાં ત્રીજા સ્થાને છે. જયારે ભારતની ટીમ ગ્રુપ ડીમાં બીજા સ્થાને છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement